આજ છોટુએ ફોટામાં રહેલા દાદા દાદીનો પરિચય એના મિત્રને એવો આપ્યો કે " મારા પપ્પા કહેતા હતા કે મારા દાદુ અમારો બીજો બંગલો છે ત્યાં રહે છે. એકદમ ખુલ્લા વાતાવરણમાં... ઝુલામાં ઝુલતા એમના જેવા દોસ્તો સાથે એ મનભરીને જીવે છે. પૌષ્ટિક આહાર અને ભજનકીર્તનમાં રહી એ ત્યાં બહુ ખુશ છે.. હું પણ વિચારું છું કે આ બંગલો ભલે મોટો છે પણ અહીં દાદાની વાતો જેવી રોનક નથી એટલે મમ્મી-પપ્પા અહીં રહે તો પણ હું તો ત્યાં જ રહીશ.... કેમ બરાબર કહ્યું ને મમ્મી ! "
એના મમ્મી-પપ્પાના શરીરમાં વહેણ વહ્યાં શરમના !
એ વહેણ ઠંડા પડેલા શરીરના અને પાણી પાણી થતા પગ પર દેખાઈ આવતા હતા.આંખોમા વમળાતી ચૂપકીદી હતી.
હા, વિચારોનું વહેણ બદલાશે તો જ સમાજ અને માનસિકતા બદલાશે કદાચ...
-શિતલ માલાણી