પ્રતિભાકાકી... આમ તો મારા કાકીજી થાય, પરંતુ ફ્રેન્ડથી વિશેષ. ઉંમર માં લગભગ 10 વર્ષનો ફરક. અમે સાથે બહારગામ પણ બહુ જ ફર્યા છીએ. કાકી હરવા ફરવાના, નાટક-પિક્ચર, હોટલ, શોપિંગ બધાના ખૂબ જ શોખીન. પત્તાંમાં રમી રમવી એમને બહુ ગમતી. અને આ બધા ઉપરાંત ધર્મીષ્ટ પણ એટલા જ. પર્યુષણમાં નાના મોટા તપ કરતાં રહેતા.
અંદાજે 2 વર્ષથી મુંબઈથી રાજકોટ શિફ્ટ થયા હતા. અને છેલ્લે જ્યારે મુંબઈ આવ્યા ત્યારે મને કહે તું ક્યારે આવે છે રાજકોટ? આવને મજા આવશે. મેં કહ્યું "પાક્કું.. કદાચ કાયમ માટે પણ રહેવા આવું તો ??" તો મને કહે "અરે.. તો તો જલસો પડી જશે." અને આજે કોરોના સામે લડતા લડતાં અમને સૌ ને છોડીને જતા રહ્યા.
કાકી.. તમે તો ધોખો આપી દીધો..આપણે તો સાથે જલસા કરવા હતા.. પત્તાં રમતા કોઈ ચીટિંગ કરે એ તમને ગમતું નહીં અને આજે તમે પુરા પરિવાર સાથે ચીટિંગ કરીને જતા રહ્યા. 😭😭😭 🙏🏻🙏🏻🙏🏻