માનસિક
કોઈની હાજરી માત્રથી, કે કોઈના નામ માત્રના ઉલ્લેખથી બદલાતી માનસિકતા, બદલાતો સ્વભાવ કે બદલાતા ચહેરાના હાવભાવ
આનાથી મોટો કોઈ માનસિક રોગ નથી.
જીવન, કાર્યશૈલી,વિચારો વહેતા ઝરણાં જેવા રાખવાથી, રસ્તામાં આવતાં, અણધાર્યા વળાંક, ઉતાર-ચઢાવ કે અડચણો નજર અંદાજ કે સહન કરવાથી,
જીવનને નિરંતર વેગ અને ઉર્જા મળતી રહે છે.
બાકી આ પ્રકારની બંધિયાર માનસિકતા જીવન, સારા વિચારો,પ્રગતિ અને સંબંધોની મહેકને રૂધી નાંખે છે.
અહી એક જુના ગીતની એક લાઈન યાદ આવી ગઈ.
જીવન કહીભી ઠહેરતા નહીં હૈં
આંધી સે તુફા સે ડરતા નહીં હૈ
તુ ના ચલેગા તો, ચલદેગી રાહે
મંઝીલ કો તરસેગી તેરી નીગાહે
તુજકો ચલના હોગા, તુજકો ચલના હોગા
વો નદિયા ચલે, ચલે રે ધારા
ચંદા ચલે ચલે રે તારા... તુજકો ચલના હોગા
#માનસિક