સંબંધ
કૈક સ્વરૂપ છે સંબંધના
એક
જે જોડાય છે
સંભોગથી સમાધી સુધી
ફેવીક્વિકની જેમ
માં-બાપ, ભાઈ-બહેન, દાદા-દાદી, મામા, ફુઆ, કાકા.........
કરોળિયાના જાળાની માફક
ઉલઝાયેલા ને મૂંઝાયેલા રહીએ આ સંબંધોમાં
તરછોડી શકો,
તોડી ના શકો
બીજો
સંબંધના સિક્કાની બીજી બાજુ
પ્રેમ,દોસ્તી,લાગણી ના સંબંધો
માન, સન્માન.આદર મર્યાદાના આધાર સ્તંભ પર ટકતો
કાચાં તાંતણે બંધાયેલો
કાચી માટીના ઘડા જેવો
કાચથી પણ નાજૂક
કે જેમા પડતી
નાની અમથી તિરાડ પણ
મન અને મસ્તિષ્ક પર
તેની અમીટ છાપ ચોડી દે
જે ના રૂઝાય
બસ
ધીમી ધુમાડાની ધુમ્રસર
પ્રસરાવતો રહે ભીતરનો ભારેલોઅગ્નિ.
#Kavydrishty
-વિજય રાવલ