તું જઈ રહ્યો હતો
મને
હંમેશ માટે છોડીને
તું દોડી રહ્યો હતો... તારા સપનાં પાછળ
અને હું તારી પાછળ...
હું તારો હાથ ઝાલી ને
તને સીડી ઉતરતાં રોકી રહી હતી..
બન્ને જિદ્દી
તે ગુસ્સાથી હાથ ખેંચતા...
મારા ન્હોર ના ઉઝરડા
પડી ગયા...
તારા હાથ પર..
આજે વર્ષો બાદ
સાત સમંદર પાર
એ ઉઝરડા
તારી એ
અપાર સફળતાની
આડે તો નહતા આવ્યાં ને...
બસ મારે આટલું જ પૂછવું' તું તને.
#Kavydrishty