ભારત હજી પણ કેટલો પછાત ને અજ્ઞાત છે તે નીચે આપેલ આવા કિસ્સાઓ ઉપરથી સાફ દેખાઇ આવેછે...
ભારતના રાજસ્થાન રાજ્યનું એક નાનુ ગામ તેમાં એક પિતા ને પુત્ર રહેતા હતા એક દિવસ તેઓ એક સાથે તેમના ખેતરે ગયા..કોઇ ખેતી કામ કરતાં કરતાં તે બંન્નેને ખેતરમાં ફરતો એક નાનો ઝેરી સાપ કરળ્યો સાપ એટલો ઝેરી હતો કે તેમને હોસ્પીટલમાં જવાનો પણ સમય ના મળ્યો ને તેઓ ખેતરમાં જ મરણ શરણ થઇ ગયા..
તો આ ગામમાં એક તાંત્રીક પણ રહેતો હતો જે જાદુ ટોના કરવામાં માહેર હતો તેને આ વાત મળી કે ફલાણા ફલાણા ખેડૂત તેમજ તેના દિકરાને કોઇ ઝેરી સાપ કરળ્યો છે ને ખેતરમાં જ મરણ પામ્યા છે તો આ જાણીને તે તુરંત ખેડૂતના ખેતરે આવ્યો ને બધાની વચ્ચે તેને બળાપો માર્યો કે તમે ભાઇઓ ચિંતા ના કરો હું આ બંન્નેને મારી જાદુ વિદ્યાથી ફરી જીવીત કરી દઇશ તો આ બાજુ તેમના પરિવારને તાંત્રીક ઉપર એક વિશ્વાસ જાગ્યો કે બાપ દિકરો હવે જરુર બેઠા થઇ જશે પછી તે બંન્નેને તેમના ઘરે લાવવામાં આવ્યા ને પછી પેલા તાંત્રિકે તેની અગડમ બગડમ જેવી કોઇ વિધી પણ ચાલુ કરી દીધી...આશરે દોઢ દિવસ તાંત્રિકની આ વિધી ચાલુ રહી પણ પેલા બાપ દિકરો જીવીત ના થયા તો પછી બીજા દિવસે આ વાત કોઈના કહેવાથી નજીકના પોલીસ સ્ટેશને પહોંચી કે આ ગામમાં આ બનાવ બનવા પામ્યો છે ને ત્યાંનો કોઇ તાંત્રીક મરેલા બાપ ને તેના દિકરાની લાશોને સ્મશાન ક્રિયા વગર રોકી રાખી છે આથી પોલીસ તુરંત કાફલા સાથે આ ગામમાં આવી પહોંચી ને પેલા તાંત્રિકની ધરપકડ કરી લીધી..ત્યાર પછી તેની ઉપર અલગ અલગ કલમો લગાવીને કેસ દાખલ કરી દીધો...વિધી માટે લાશોને રોકી રાખવી, છેતરપીંડી, કપટ, અંધશ્રદ્ધાના નામે ધતિંગ વગેરે વગેરે.
પછી તે લાશને પોલીસે સીધી પોસ્ટમાર્ટમ માટે કોઇ હોસ્પીટલમાં મોકલી આપી.
=======================
શું મરી ગયેલ માણસ કયારેય ફરી જીવીત થઇ શકેછે! હજી સુધી વિજ્ઞાને એવી કોઇ શોધ કરી નથી.
ભગવાન એક જ છે કોઇને કેટલું જીવન આપવું ને કોઇને ક્યારે દુનીયામાંથી ઉઠાવી લેવો તે દરેક ફેસલો ભગવાનના હાથમાં હોયછે ભગવાને એ હકક હજી સુધી કોઇ માણસને આપ્યો નથી...અંધશ્રદ્ધાથી દુર રહો, સજાગ બનો.