કોઈ વાંસની
છેક સુધી પેધી ગયેલા
તીક્ષ્ણ ફાંસ જેવા
ભયના ઓથારે
ઉઠતી પીડાથી ભીતરનું મૌન સતત કણસે છે
મન અને માનસ વચ્ચેના
દ્વંદયુદ્ધના ધમાસાણે. ક્ષણ પ્રતિક્ષણ
વલયોની માફક ઉઠતાં
મૌનના વિચારોનો વધતો વ્યાપ વિસ્થાપિતોની
માફક વિસ્તાર શોધે છે
પરંતુ...
ભયનું સામ્રાજ્ય
તેનો ગેરફાયદો ઉઠાવીને
સરેઆમ કાયદાનું ઉલંઘન કરીને
ખપાવી દે છે
અપરિપક્વ મૌનનું ભીતરે જ
ગળું ટુંપીને
કરેલાં ગર્ભપાતને
બાળમરણ ના રૂપમાં
ઠંડે કલેજે.
-વિજય રાવલ