આજે ઓફિસમાં...
લેપટોપમા આંકડાના માયાજાળની
મથામણમા સમયનું ભાન ન રહ્યું ને
અચાનક ધ્યાન ઘડિયાળમાં ગયું તો ... ૮:૪૫
ઇટ્સ ટૂ લેટ.
ને સાથે સાથે.
અચાનક જ પત્નીનો મેસેજ મોબાઈલમા ફ્લેશ થયો..
“હું હંમેશ માટે ઘર છોડી ને જઈ રહી છું,
goodbye forever, “
સવારની મીઠી નોક જોકનું
આટલું ગંભીર પરિણામ આવશે એનો મને અંદાઝ નહતો
reply મા કોલ કર્યો, cell સ્વિચઓફ
ફટાફટ ૧૫ જ મિનીટ્સમાં
દિમાગમાં હજારો જાતના સવાલો સાથે
ટ્રાફિકને ચીરતો
ઘરે આવ્યો ..
જોયું તો તે અગાસી પર હતી.
ઉપર સુધી પહોંચતા તો મને શ્વાસ ચઢી ગયો..
હફ્તા હફ્તા મેં પૂછ્યું..
રશ્મિ.. આ શું છે ?
અને તે ખુબ જ મોટે મોટેથી...
ખડખડાટ હસવા લાગી..
એટલી હસી કે બન્ને આંખો છલકાઈ ગઈ..
હું કઈ સમજુ કે કઈ પૂછું એ પહેલા તો
મને તેની બાહુપાશમા જકડીને કહે..
પરિમલ..
આજની આ પૂનમની રાતની એક એક ક્ષણ હું તારી સાથે
વિતાવવા માંગું છું,
આ ચાંદ પેલા વાદળોની પાછળ સંતાય જાય
એ પહેલા..
તને emergengy મા મારી પાસે આટલી ઝડપથી બોલવવાં માટે
બીજો કોઈ ઉપાય નહતો.
આ સાથે જ...
રશ્મિ નો ચહેરો પૂનમના ચાંદથી પણ વધુ ખીલી ઉઠ્યો..
અને મને લાગ્યું કે પૂનમના ચાંદની પૂરી રોશની મારી
અગાશીએ રેલાઇ ગઈ.
-વિજય રાવલ