સુરતના અમરોલી વિસ્તારમાં બનેલી આ ઘટના છે
મહેન્દ્રભાઇ માછી નામના એક ભાઇને સંતાનમાં એક છોકરો ને છોકરી હતા
તેમને એક પ્રીન્ટીંગ પ્રેસ હતો સાથે તેમનો એકનો એક છોકરો પણ તેમના ધંધામાં સાથ આપતો હતો આમેય તે કોઇક જગ્યાએ ડિઝાઇનનો કોર્સ પણ કરતો હતો જેથી તેના ધંધામાં વધુ સહાયરૂપ બને આ છોકરાને એક છોકરી સાથે પ્રેમ થઇ ગયો હતો જે ઘણા સમયથી ચાલતો હતો પરંતું એક દિવસ તે છોકરીની સગાઇ બીજા છોકરા સાથે થઇ ગઇ છે તે જાણીને આ છોકરો ઘણો બેચેન રહેતો હતો એક દિવસ રાત્રે સુતા પહેલા તેને તેના પરિવાર જણોને કહ્યુ કે કાલે મારે ઓફિસે જરા મોડું જવાનુ છે માટે મને કોઇ વહેલા જગાડશો નહી આમ કહીને તે ઉપરના માળે તેની રુમમાં ચાલ્યો ગયો રાત વધુ વિતિ જવાથી સૈ કોઇ સુઇ ગયા સવારે છોકરાના પપ્પા જાગ્યા પણ પોતાના છોકરાને જગાડયો નહી આથી તેમને બે કલાક પછી તેને જગાડવાનુ વિચાર્યું સવારના નવ વાગ્યા..પછી દશ વાગ્યા એટલે તેના પપ્પા ઉપરના માળે છોકરાને જગાડવા ગયા
બેટા ઉઠ હવે..સવારના દશ વાગ્યા હવે તો ઉઠ નહી તો તને આનાથી પણ મોડું થઇ જશે તેમ બોલીને બારણું ખખડાવ્યું પણ અંદરથી કોઇ જવાબ નહી મળતા તેમને નીચે રહેલ સૈને ઉપર બોલાવ્યા પછી સૈ સાથે બારણાને જોરથી ધક્કો માર્યો ને બારણું ખોલી ગયું તો સૈએ જોયુ તો પોતાનો છોકરો ઘરની બારી સાથે કોઇ દોરીથી લટકતો હતો..બાજુના ટેબલ ઉપર એક ચિઠ્ઠી પણ લખેલી પડી હતી તો સૈએ વાંચી ને હકીકત જાણી..
તેમા લખ્યુ હતું કે હું એક છોકરીને પ્રેમ કરતો હતો ને તેની હવે બીજા છોકરા સાથે સગાઇ થઇ ગઇ માટે હું તમને બધાને છોડીને ચાલ્યો જાઉછુ તો મને માફ કરશો.
આ માટે હું પોતે જ જવાબદારછું તેથી કોઇએ મારા પરિવારને હેરાન કરવો નહી.