તારા આવવાની આશાને,
મન ભરીને હું માણી લઉં;
તારા પગરવ ની આહટને,
મારા મનથી સાંભળી લઉં;
તારી લહેરાતી કાળી લટને,
મારા હાથ થી સંવારી લઉં;
તારા મલકતા મીઠા હોઠને,
મારા હોઠથી ચુમી હું લઉં;
તારી હરેક હસીન અદાને,
આ આંખોમાં સમાવી લઉં;
ઘણા સમણાં છે #કતાર માં,
એકએક કરીને જીવી લઉં
#કતાર