આપણા
અંતિમ મિલનની
આખરી
ક્ષણોમાં..
જે રીતે
તું મને
મારી બાહુપાશમાં
તૂટીને વળગી...
ત્યારે
જાણે કોઈ
તૂટેલા સપનાનાં
શીશમહેલ ના
કાચની અસંખ્ય કરચોની જેમ
પડેલી કરચલીઓ ને
મારાં
વસ્ત્રોમાં
વરસોથી
મારી મરણમુડી ની જેમ સંઘરીને રાખી છે.
ગળગળો થઇ જાઉં છું, પણ....
ગડી નથી કરી શકતો.
-વિજય રાવલ