કોરોનાકાળ દરમ્યાન હમણાં બે મહીના ઉપર દેશ ને દેશના શહેરોમાં જે લોકડાઉન થયા તેનાથી માણસોના તેમજ મુંગા પ્રાણીઓના જનજીવન ઉપર ઘણી અસર થઇ હતી કારણકે તે સમયે સખત કરફ્યુ જેવુ વાતાવરણ હતું દરેક જગ્યાએ 144 કલમ લાગી ચુકી હતી માટે લોકોને ઘરની બહાર નીકળવું જ અઘરુ થઇ ગયુ હતું એવા સમયે રોડ રસ્તાઓ ઉપર રખડતા ને ભટકતા મુંગા જાનવરો ઉપર શી અસર થઇ હશે તેની એક કલ્પના કરવાથી જ શરીરે ધ્રુજારી વછુટી જઇ શકેછે!
એનુ મુખ્ય કારણ એ છે કે તે સમયે મુંગા પ્રાણીઓને મનુષ્યે બનાવેલો ખોરાક તેમને મળતો ના હતો આમેય તેઓ કદી ઘાસ ખાતા નથી કે નથી ખાતા કોઇ માંસાહારી ખોરાક...
જો તેઓ ખાતા હોય તો ભાત, રોટલી, શાક, જે મનુષ્યે બનાવેલા ખોરાક હોયછે તો આવા સમયે ઘણા કુતરાં ખાવા ના મળવાથી મરણ શરણ પણ થઇ ગયાછે તો આવી દશા ઘણા લોકો જોઇ શકતા નથી કે જેઓ પ્રાણીઓ ઉપર દયા રાખતા હોયછે...
અમદાવાદમાં રહેતી એક ઝંખના શાહ તેને આવા મુંગા પશુઓ ઉપર અતુટ પ્રેમ ને લાગણીછે
આથી દરેક જગ્યાએ હાલ હવે લોકડાઉન ખોલી ગયુ છે તેથી આ ઝંખનાએ કુતરાઓ ઉપરની એક તેની લાગણી સાથે એક નિયમ બનાવી દીધોછે કે રોજ આવા મુંગા કૂતરાઓને ખાવાનું આપવુ તેથી તે આજ ઘણા સમયથી દરરોજ સો કુતરાને સવાર સાંજ એક જ જગ્યાએ એક સાથે બોલાવીને જમાડેછે
કેવી રીતે!!! તેની એક બુમ સાંભળી ને સો કુતરાં એક સાથે ભેગાં થઇ જાયછે
રોટલી, બીસ્કીટ ને દૂધ ખાવા....