જીવનમાં ઉત્કૃષ્ટ લાગણી નું તેલ રેડીએ
સદા જીવનદીપ ની અંતરની વાટ પર તો
જીવન જ્યોતિર્મય બની ઉજાગર થશે
સંબંધોમાં પ્રકાશ મય ઉજાસ રહેશે.
જીવનમાં ઉત્કૃષ્ટ વિચારોના પ્રવાહ થકી
અંતર મન હંમેશાં સાફ રાખવાથી
આપ્તજનો માટે અંતરની લાગણી રહેશે
આંખોમાં પ્રેમનો ધોધ છલકતો રહેશે
ચહેરા પર અનેરો સંતોષ અને આનંદ રહેશે.
જીવનમાં ઉત્કૃષ્ટ મહેનતના પુરુષાર્થ થકી
પ્રસ્વેદ બિંદુ થી ધરા ને ભીંજવતા રહીએ
તો ચારેકોર લીલોતરી પથરાઈ જશે
જીવન સુવાસિત અને સુખમય બની રહેશે.
જીવનમાં ઉત્કૃષ્ટ પ્રેમ અને લાગણી થી
ઈશ્વરને યાદ કરીને યાચના કરીએ
તો સાચો અને સારો માર્ગ દેખાડવા
ઈશ્વરને પણ ધરા પર પગ પખાળવા પડશે.
#ઉત્કૃષ્ટ