આપણી સાથે જોડાયેલ દરેક વ્યક્તિ નો વિશ્વાસ જીતવા
ઘણી વખત ત્યાગ કરવો પડે છે ભાવના ઓનો,
ઘણી વખત પરિક્ષા આપવી પડે છે ઈમાનદારી ની,
જીવનરૂપીખજાના માંથી હીરો શોધવા
અસંખ્ય પ્રયત્ન કરવા પડે છે,
અને જ્યારે પ્રાપ્ત થાય છે
ત્યારે તેની કિંમત ઉત્કૃષ્ઠ હોય છે.
પ્રેમ થી વિશેષ ઉત્કૃષ્ઠ બીજું શું હોય શકે...!!
તેથી જ મારી જાત ને હમેશાં કહું છું કે,
મારી વેદના મારી જ છે તો કેમ ન સ્વીકારું,
મારી જિંદગી મારી જ છે તો કેમ ન જીવું,
આશય એકજ છે બધા રંગ ને સમાન જોવાનો,
તો કેમ તાલમેલ બનાવી ને ન જીવું.
બસ નથી જોવાતું તકલીફ માં એમને,
જેની સંગાથે ઉત્કૃષ્ઠ સમય પસાર કરવો છે.
એક વાક્યમાં કહું તો
જીવન ના રગમંચ પર યોગ્ય નાટક ભજવી ને,
ઉત્કૃષ્ઠ કલાકાર તરીકે ની છાપ છોડી જવી છે.
arvik
#ઉત્કૃષ્ટ