#ઉત્કૃષ્ટ
માઁ , તારા થી ઉત્કૃષ્ટ કોણ હોય શકે ?!
નિષ્ફ્ળતા ને પામતા,
જયારે દરેક વ્હાલું ચાલ્યું દૂર
એક તું જ તો હતી
મારો હાથ ક'દી ન છોડવાને
માઁ , તારા થી ઉત્કૃષ્ટ કોણ હોય શકે ?!
મારા દરેક ગુસ્સાને સહન કરી પણ,
મારી ચિંતા કરવી 'ને વળી,
મારી દરેક ઈચ્છા પુરી કરતી
આવો નિસ્વાર્થ પ્રેમ તારો
માઁ , તારા થી ઉત્કૃષ્ટ કોણ હોય શકે ?!
એ આંખો એ જયારે મોતી વર્ષા નો આગમ કર્યો
એ મોતી ની અમૂલ્ય કિંમત સમજી
એને સાચવી ને કવિતા માં પરોવતાં
હા, તે જ તો શીખવ્યું મને
માઁ , તારા થી ઉત્કૃષ્ટ કોણ હોય શકે ?!
-પર્લ મહેતા