આજે સહજભાવે અપર્ણા એ પૂછ્યું
અવિનાશ, તને કોફી કેમ પસંદ નથી ?
મેં કહ્યું, જેમ તને ચા પસંદ નથી
મોઢું બગડી ને તે બોલી
સવાલ નો જવાબ સવાલ ના હોય
અચ્છા ચાલ મને એ કહે તને ચા કેમ પસંદ છે ?
મેં કહ્યું, દરેક કારણ નો જવાબ ના હોય અને હું એવા કારણ જાણવાની કડાકૂટ માં કદી પડતો નથી. અને ક્યારેક તું એમ પણ પૂછી બેસે કે... ચા ની માફક તું પણ મને કેમ પસંદ છે મને તો.. તેનું કોઈ ઠોસ કારણ નથી મારી પાસે.
પછી તે બોલી,
હમ્મ્મ્મ... આ તારો જવાબ મને કઈક ઠીક લાગ્યો, ચાલ હવે કોઈ કોફી શોપ માં જઈને ચા પીએ.
ફરી એક દિવસ અચાનક અપર્ણા એ એક દાર્શનિક પ્રશ્ન પૂછ્યો
અવિનાશ, શું સ્થિર સ્નેહ કોહવાય જાય, કોઈ સ્થિર જળ ની માફક ?
મેં કહ્યું, સ્થિર સ્નેહ સંભવ છે ?
તે બોલી, હા સદંતર સંભવ છે
મેં કહ્યું, હું અસહમત છું
સ્નેહ સ્ખલિત અથવા રૂપાંતરિત હોય શકે સ્થિર હોવું સંભવ નથી.
મેં પૂછ્યું, શું આ તારી માત્ર જીજ્ઞાસા છે કે માન્યતા ?
અપર્ણા ખડખડાટ હસતાં બોલી
હાલ તો જીજ્ઞાસા માત્ર જ સમજી લે, માન્યતા તો બ્રેક-અપ પછી જ સમજાવી શકીશ.
-વિજય રાવલ