છોટાઉદેપુરનો એક છોકરો લોકડાઉન પહેલા સુરત શહેરમાં જ કામ કરતો હતો પછી જયારે કોરોના વાઇરસથી દેશમાં લોકડાઉન થયું એટલે તેની અસર સુરત શહેરમાં પણ પડી તેથી સુરતના દરેક કારીગરો પોતાના વતને ચાલ્યા ગયા તેમાં આ છોકરો પણ હતો જે પોતાના વતન છોટાઉદેપુર ચાલ્યો ગયો હતો ત્યા જઇને તેના પિતાને ખેતીકામમાં મદદ કરવા લાગ્યો ને ચાર મહિના પછી જયારે દેશમાં લોકડાઉન દુર થઇને થોડીક છુટછાટ સાથે અનલોક 1,2,3,4 ચાલુ થયા એટલે પેલો છોકરો પોતાના વતનથી કામ માટે સુરત પરત ફર્યો
તે તેની પહેલાની જોબની કંપનીમાં ફરી કામ માટે ગયો પણ બજારમા હાલ મંદી જેવુ વાતાવરણ હોવાથી તેને ત્યા કામ મળ્યુ નહી આથી તેને બીજુ નવુ કામ શોધવાનો પ્રયત્ન કર્યો પણ છતાંય નવુ કામ પણ ના મળ્યુ આમને આમ તે કામ વગર પંદર દિવસ પોતાને ઘરે જ બેસી રહ્યો આથી કામ નહી મળવાની એક ચિંતા ને લીધે તેને મરવાનો વિચાર કરી લીધો પછી પોતાના ઘરમા જ તેને ગળે ફાંસો બનાવીને મરણ પામ્યો
બેકાર બનેલા એક નવયુવાનની આ વાતછે...પણ તમને એ નથી લાગતું કે તેને પોતાની જીદગી ટુકાવીને કોઇ મોટી ભુલ કરી છે!
હા જરુર ભુલ કરી છે...જો તે પોતે પરત તેના વતને જઇને ફરી તેના પિતાને ખેતીમાં મદદ કરી હોત તો તેને આવુ કરવાની નોબત ના આવી હોત!