ઉતરાખંડ રાજ્યમાં એક ઘર જમાઇએ જ પોતાના સાસુ સસરા ને સાળીની હત્યા કરી...કારણ! મિલકત.
હિરાલાલ પોતાની પત્ની ને બે દિકરી ઓ સાથે રહેતા હતા તેઓ ખાધેપીધે સુખી હતા કારણકે લાંબી પહોળી જમીન હતી જે ભાગે ખેડવા આપેલી હતી તેમજ ગામમાં પણ પોતાનું વિશાળ મકાન હતું પરંતું તેમને છોકરો ના હતો જે હતુ તે આ છોકરીઓ જ
તો આ મોટી દિકરીનો જમાઇ તેની પત્ની સાથે સસરાના ઘરમાં જ રહેતો હતો પણ લાલચું બહુ હતો
મકાન ને જમીનની મિલકત માટે આજથી દોઢ વરસ પહેલા આ જમાઇએ આ ચારેયની હત્યા કરીને આજ સસરાના મકાનમાં એક મોટો ખાડો કરીને દાટી દીધા હતા સાથે આ કામમાં બાજુના મકાનમાં રહેતો એક ભાડુઆત પણ સામેલ હતો જયારે પણ ગામ લોકો પુછે કે આ હિરાલાલ કેમ દેખાતા નથી! તો જમાઇ ઉંધો જવાબ આપીને લોકોને કાઢી મુકતો પરંતું એક દિવસ આ બનાવનો ભાંડો ફુટી ગયો બાજુના ભાડુઆતે બધુ પોલીસને ભસી નાખ્યુ પછી પોલીસ તપાસ માટે જમાઇના ઘરે આવી તો જાણવા મળ્યું કે જમાઇ આ લોકોની હત્યા કરીને તેમના શબ ઘરમાં જ કંઇક ખાડો ખોદીને દાટી દીધા છે.
પછી પોલીસે ખાડો ખોદીને તપાસ કરી તો દરેકના શબ એક પ્લાસ્ટીકની અલગ અલગ કોથળીમાં વિટાયેલ બહાર કાઢ્યા!
લાશો સાવ કોવાઇ ગયેલી હતી, ચહેરાઓ બધાના બદલાઇ ગયા હતા છતાંય પોલીસે દરેક જણ ને ઓળખી લીધા...
ત્યાર બાદ જમાઇને થઇ ગઇ લાંબી સજા....