કલ્પના...
મંગળગ્રહ અને ચંદ્ર પર આવનારા વર્ષોમાં માનવ વસાહત સફળતાપૂર્વક સ્થપાશે.
જ્યાં પાકા રસ્તાથી માંડીને તમામ સુખ-સુવિધાઓ હશે.
વાસ્તવિકતા...
માણસ, મંગળ કે ચંદ્ર પર વસાહત સ્થાપે તે પહેલાં જ
મંગળભાઈ ગ્રહ ચંદ્રમામા સાથે પ્રત્યેક ચોમાસે મારાં શહેર વડોદરાની ઊડતી મુલાકાત લઈ તેને ' ખાડોદરા ' થતું જોવાનો લહાવો લેતાં હોય છે.
આંખો અને કમર સૂજી જાય તેવાં નયનરમ્ય દૃશ્યોની હારમાળા સર્જાતાં,
આખું શહેર ' મંગળમય ' બની ધોળે દિવસે
ચંદ્રનાં ચોમેર ફેલાયેલા અઢળક મુખારવિંદ, નિસાસા નાખી જોતું હોય છે !
- પંકિલ દેસાઈ