જુનાગઢમાં હમણાં થોડાક દિવસ ઉપર એક કોરોના ગ્રસ્ત વ્યક્તિએ હોસ્પીટલના છઠ્ઠા માળ ઉપરથી કોરોનાના ડરથી આપઘાત કરી લીધો હતો તેમનુ નામ અશોકભાઈ હતું જેઓ એક ખાનગી શાળામાં શિક્ષકની નોકરી કરતા હતા
તેમને એક પત્ની ને ચાર વર્ષનો છોકરો પણ છે જે તેઓ પણ હાલ હયાત નથી કારણકે તેમને પણ પતિના ચાલ્યા જવાથી એક આઘાત સાથે બંન્નેએ કુવામાં ઝંપલાવ્યું!
લોકો કોરોનાથી કેમ ગભરાઇ જાયછે તે જ સમજાતું નથી! કદાચ મોટી ઉંમર હોય તો સમજયા કે તેમને કોરોના સિવાય જો બીજી અનેક બિમારીઓ હોય તો બચવાના ચાન્સીસ ઓછા હોયછે પણ જયારે એક જુવાન માણસ જેને નખમાં પણ કોઇ રોગ ના હોય બસ એક કોરોનાથી ગભરાઇ જાયછે!
હિંમત કયારેય ના હારવી જે પરિણામ આવે તે સમયે જોઇ લેવુ જોઇએ...