વર્ષો પહેલા આવેલી ફિલ્મ લવ સ્ટોરી માં રાજેન્દ્ર કુમારનો છોકરો કુમાર ગૌરવ હિરો હતો તે ફિલ્મ ઘણી સુપર હીટ સાબીત થઇ હતી તેની જે હિરોઇન હતી વિજેયતા પંડીત તેને લવ સ્ટોરી પછી બે ચાર ફિલ્મ મળી હતી પણ તે બોક્ષ ઓફિસ ઉપર વધુ સારી પુરવાર થઇ નહી આ બંન્ને જોડીને સાથે લગ્ન કરવા હતા પણ રાજેન્દ્ર કુમારને પસંદ ના હતા તેથી તે હિરોઇને કોઇ બીજા સાથે લગ્ન કરી દીધા પણ તે વધુ સમય ચાલ્યા નહી ને છેવટે છુટાછેડામાં પરિણમ્યા અંતે તેને બીજા પણ લગ્ન કર્યા તો તે પતિ પણ તેની સાથે વધુ સમય રહ્યો નહી ને કોઇ કારણ સર તેનુ મોત થયું આમ તેનુ જીવન દુ:ખમય ચાલવાથી આજ તેને ઘણુ દુ:ખ પડી રહયુછે તેને ઘર ચલાવવું પણ મુશ્કેલ પડી રહ્યુ છે હાથ ઉપર કોઇ કામ કે કોઇ પૈસો નથી છેવટે પોતાના ઘરની પડેલી ચીજો વેચીને પૈસા ઉભા કરવા પડેછે જેથી તેનુ ઘર ચાલી શકે!
નસીબ નસીબના ખેલ હોયછે.
ફિલ્મ જગત એક ચડકાટ જેવો હોયછે સચવાય તો ઠીક નહી તો કયારેક રોડ ઉપર પણ આવી જવુ પડેછે.
આ હિરોઇન વિજેયતા પંડીત જે સુલક્ષ્ણા પંડિતની નાની બેન છે