એક સામાજીક કાર્ય સાચા અર્થ માં કોને કહેવાય તેનો આ એક વાર્તા છે. લખીને મુકું છું...
મુંબઈ ધારા વહી ઝુપડ પટ્ટી નું એક ગરીબ બાળક ઘર બહાર જતું હોય છે..કે એને ૧૦૦💷 રુપીયાની નોટ મળે છે...તેના માટે આ સો ની નોટ ધણું મહત્વ રાખે છે...તે ખુશ થઈ વીચારતો વીચારતો આગળ વધે છે..
આ સો રૂપિયા માંથી ભણવા ચોપડા 🗒️લાવું??
કે માં સાડી થી ગરમ તપેલી ગરે છે રોજ, અને તેના હાથ બળે છે તો સાણસી 🥢પણ લઉ અને મા માટે 🍩 મીઠાઈ પણ, મા રોજ ગરમ ખાવાનું બનાવી મને ખવડાવે છે તો આજે મા નું મોં મીઠું કરાવું.
કે માને રોકડા આપી દઉં કે પછી સરસ મજાનો 🍜🍨🍧નાસ્તો કરૂ..
ચાલતા ચાલતાં એક ચાની દુકાન પાસેથી નીકળે છે..અને એક ઘટના દેખે છે...
ચાની દુકાન પર કામ કરનાર એક તેનીજ ઉંમરનું નાનું બાળક જેના હાથે અજાણે ૧૦ થી ૧૫ રકાબીઓ તુટી જાય છે અને ચાની કીટલી પણ પડી જતાં ચા ઢોળાઈ જાય છે..અને તેનો માલીક તેને ખુબ બોલે છે..અને કહે છે..આ નુકસાન તારા આખા મહીનાના પગારથી વાળીશ અને તારે ઓવર ટાઈમ કરવો પડશે
કામ કરનાર બાળક ડરી જાય છે..હવે શું કરીશ...મહીને પગાર નહીં મળે તો ઘર કેમ ચાલશે??
આ બધું દેખી પેલી સોની નોટ મળેલ તે બાળક્ને તે સો રૂપિયા થીં આ બાળકને મદદ કરવાની ઈચ્છા થાય છે.. પણ મદદ કરે કેવી રીતે કરે ? પેલા બાળકને ૧૦૦ રુપીયા હાથો હાથ આપે તો તે બાળકનું સ્વમાન હણાય અને વધુ દુખી થાય, અને હા તે સો ની નોટ ની તેને ખુદને પણ જરૂર છે..મા માટે તેના માટે ,.તો શું કરવૂં?
પણ આ સો રૂપિયા ની નોટની તો પેલા બાળકને ખરી જરૂર છે, છેવટે બાળકે સો ની નોટ થી મદદ કરવાનું વીચારી નક્કી કરી લીધું..અને એક ડઝન નવી રકાબીઓ લાવી...પેલા બાળકને ખબરના પડે તેમ તેની પાસે મુકી જતો રહે છે...આટલી બધી નવી રકાબીઓ જોઈ પેલો બાળક ખુશ થઈ શેઠને આપે છે..અને શેઠનો ગુસ્સો ઓછો થાય છે, અને બાળકની ચીંતા , હવે તેનો મહીનાનો પગાર નહીં કપાય...અને આવતે મહીને તેનો શેઠ તેને છુટો પણ નહીં કરે..
પણ એ વીચારે છે કે નવી રકાબીઓ તેને પહોંચાડી કોણે...
જ્યારે પેલો સો ની નોટ વાળો બાળક આને મદદ કરી એટલો ખુશ હતો ..જેટલો ખુશ સો ની નોટ મળવાથી ન હતો..
ભાવાર્થ....સમજાઈ ગયો હશે...
મદદ કોને કહેવાય કેવી હોય.અને કેવી રીતે કરાય..અને તેની સાચી ખુશી તો મદદ લેનાર ના મુખ પર હોય પણ આનંદ આપણને થાય..
આભાર શુભ રાત્રી