લીલો દુષ્કાળ ( ખેડૂત ની વ્યથા )
મિત્રો આપણ ને આપડા ચારે બાજુ હરિયાળી જોઈ ને બહુજ આનંદ ... આનંદ થાય છે beautiful nature
ખુબજ સુંદર લાગે......! ગઈ કાલે મારા એક ખેડૂત મિત્ર સાથે ફોન પર વાત થઈ એમા એને જણાવ્યું કે તમારે તો મહિને પગાર આવે પણ અમારે શુ એક સમય ચૂપ થઈ ગયો પૂછ્યું તો અને કીધુ કે અતિવૃષ્ટિ ( વરસાદ ) વધારે પડવાના કારણે ખેતર મા વાવેલા પાક મા ઢીંચણ સમા પાણી ભરાઈ ગયા છે અને પાક કોહવાઈ ગયો ( બગડી ગયો ) ... દુઃખ થયુ સાંભળીને ને કે જે ખેડૂતે
પોતાના પરિવાર નુ પોષણ , પોતાની દીકરી નુ કરિયાવર , વાવ્યું હોય અને આવી પરિસ્થિતિ સર્જાય.... એટલે મે કીધુ કે સરકાર જમીન ધોવાણ ના રૂપિયા તો આપશે જ ને
તો કહે સરકાર જમીન ધોવાણ ના પૈસા તો આપે એનાથી તો ખાલી પાક વાવ્યો હોય ત્યારે તેમા સારું બિયારણ ... ખાતર ... પાણી નોજ ખર્ચો નીકળે બાકી અમારે શુ કરવાનુ
....................?