ભાનુ બેન ના પતિ નાની ઉંમરે ગુજરી ગયા , રોતા બે ટાબર મૂકીને ! ભાનુ બેન નો દિયર રમેશ ભાઈ ત્યારે ૨૨ વર્ષ નો અને ભાનુ બેન પોતે ૨૪ વર્ષ ના ! બંને છોકરા ને ભણાવાની ઠેકાણે પાડવાની અને પરણાવાની આ બધીએ જવાબદારીઓ બંને એ સાથે મળીને પુરી કરી ! આમ તો વિધવા થયાના ૩/૪ વર્ષ પછી ભાનુ બેને રમેશ ભાઈ ને પરણવાનું કીધું તું પણ તે વખતે રમેશ ભાઈ એ કૈક એવી અસ્પષ્ટ રીતે જોયું ભાનુ બેન ની સામે કે , એ દિવસ પછી ક્યારેય ભાનુ બેને આ વિશે વાત જ ના કરી !
પંચોતેર વર્ષે જયારે ભાનુ બેન ગુજરી ગયા અને એમ ને ગામોતરે મુકવા ગયેલા રમેશ ભાઈ પણ જયારે રસ્તા માં જ પડી ગયા હંમેશ માટે , ત્યારે જ સ્પષ્ટ થયું કે કેટલો અતૂટ હતો એ અસ્પષ્ટ સંબંધ!
#અસ્પષ્ટ