આજરોજ દરેક શહેરોના પોલીસ કમિશનરો સાથે ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રુપાણીએ વિડીયો કોનફરન્સ કરી હતી
તો દરેક શહેરના દરેક પોલીસ અધિકારીઓને તેમને સુચના આપવામાં આવી હતી કે હાલ કોરોના જેવો ખતરનાક વાયરસ ગુજરાત રાજયને, ભારતદેશને, તેમજ આખી દુનિયાને હેરાન કરી રહયો છે માટે આવા કપરા સમયે પ્રજાના હિત માટે પોલીસ કાયદો ને વ્યવસ્થા ને ખાસ ધ્યાન આપે, અસામાજીક તત્વો સાથે કડક હાથે કામ લે તેમને જરા સરખી પણ કોઇ છુટ ના આપે કાયદાને એક કાયદો સમજીને જ પોલીસ કામ લે આપણું રાજય ભારત દેશમાં સૈથી ઉચા સ્થાન ઉપર છે તો તેની ગરીમા કાયમ જાળવી રાખે કોઇ જ ગુનાખોરી ગુજરાતમાં ના બને તે પોલીસ જરુર તેની ઉપર નજર રાખે સાથે સાથે ગયા અનેક લોકડાઉનમાં પોલીસે જે રીતે કઠીણ સમયમાં પણ અનેક તકલીફો વેઠીને પણ પોતાની ફરજ બજાવી તેની પણ તેમને ઘણી પ્રસંશા કરી હતી.