ભાવનગરના મહુવા વિસ્તારમાં એક સ્કુલ આવેલી છે તેમાં એક રાત્રે એક ચોર ચોરી કરવાના ઇરાદે દાખલ થયો સ્કુલ ચાર માળની હતી તેના ચોથા માળે આ સ્કુલના પ્રિન્સીપાલ રહેતા હતા આમ રાત્રે ચોર ચોરી કરવા સ્કુલમાં દાખલ થયો છે થોડોક અવાજ થયો એટલે પ્રિન્સીપાલ જાગ્યા ને તેમને કોઇ ચોર છે તેમ લાગ્યુ તેથી તેને પકડવા તે પલંગ પરથી ઉભા થઈને ને પોતાની રૂમમાંથી બહાર આવ્યા તો તરત તેમનો ભેટો આ ચોર સાથે થયો બંન્ને વચ્ચે થોડીક ઝપાઝપી પણ થઇ તો પછી ચોરને લાગ્યુ કે આને છોડી દઇશ તો હું પકડાઈ જઇશ માટે પેલા ચોરે પ્રિન્સિપાલને ઉંચકીને સીધા ચોથા માળેથી નીચે જ ફેકી દીધા આથી પ્રિન્સીપાલને ઇજાઓ થવાથી તેમને તુરંત હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા, પોલીસ તપાસ ચાલુ છે.