એક ફોર વ્હીલર કારમાં એક બાવાજી ને તેમના એકાદ બે માણસો બેઠા હતા તો તેમને સામે ઉભેલા એક ભાઇને નજીક બોલાવ્યો ને પુછયું કે ભાઇ આ સરનામું જરા બતાવોને અમે શોધી શોધીને થાકી ગયા પણ આ સરનામે અમે હજી સુધી પહોંચ્યા નથી!
તો પેલા ભાઇએ બાવાજીની આંખમાં પોતાની આંખ મેળવીને જેવી વાતચીત ચાલુ કરી કે તુરંત તે ત્યાં ને ત્યાં જ બેભાન જેવી હાલતમાં થઇ ગયા ત્યારપછી તે બાવાજી ને તેમની સાથે આવેલ તેમના માણસોએ મળીને પેલી વ્યક્તિના શરીરે પહેરેલા દરેક સોના ચાંદીના દાગીના કાઢી લીધા ને પછી તુરંત તેમને પોતાની કાર જલદી હંકારી મુકી!
હાલ આવી ગેન્ગ હવે જયાં ને ત્યાં ફરતી થઇ ગઇ છે માટે તમને પણ આવો અનુભવ કયારેક થાય તો જરા ચેતીને ચાલજો નહી તો તમે પણ લુંટાઇ જશો.