તુ મને ગમે છે એ કહી નથી શકતો
અને તારા વગર આ જગ માં રહી નથી શકતો
કહેવાનું ઘણું છે પણ ક્યાં કહેવાય છે
હોઠ તો તારા આવવા સાથે જ બીડાઈ જાય છે
તારા વગર નો છાંયડો ય લાગે છે કંપકંપ તો તડકો
ઋતુની હવે મને કયાં ખબર પડે છે
સમજાવું છું મનને, ગયેલા પાછા ક્યાં આવે છે
મન પણ હવે ક્યાં મારું માને જ છે
છેલ્લી કંઈક ક્ષણો બાકી જિંદગીની છે
મરતી વેળા એ લેવા આઈસ એ આશ સાથે હવે શ્વાસ છોડાય છે