મુંબઇની લોકલ ટ્રેનમાં એક ભાઇનું પર્સ ખોવાઇ ગયું હતું, ખોવાઇ ગયુ મતલબ કોઇ ખિસ્સા કાતરુએ સાવચેતી પૂર્વક તેમના પેટના પાછલા ખિસ્સામાંથી કાઢી લીધુ હતું તો પેલા ભાઇએ શોધવાની ઘણી મહેનત કરી પણ તેમનું પર્સ દેખાયું નહી તેથી રેલ્વે પોલીસ સ્ટેશને જઇને કંમપ્લેન લખાવી પછી તો તેમને તે કંપ્લેઇન ઉપર ધ્યાન આપ્યુ રહ્યુ નહી તુરંત તેમને બીજુ નવું જ વોલેટ ખરીદી લીધું આમ પછી દિવસો વીતતા ગયા ને મહીનાઓ પણ ચાલતા થયા...
ઠેઠ 14 વર્ષ પછી તેમના મોબાઇલ ઉપર એક દિવસ ફોન આવ્યો,
હેલ્લો કોણ!
ભાઇ-આપ કોણ!
પોલીસ-મુંબઇ રેલ્વે પોલીસ
ભાઇ- હા બોલો સર
પોલીસ- તમારુ નામ====છે!
ભાઇ- હા સર હું પોતે બોલુછું બોલો
પોલીસ- આજથી ચૌદ વરસ પહેલા તમારુ આ જગ્યાએથી વોલેટ ચોરાયું હતું ને તમે તે બાબતે તેની કંમપ્લેન પણ અમને લખાવી હતી તો તે વોલેટ આજ રોજ અમને મળી ગયું છે તો આવીને લઇ જશો.
ભાઇ-ઓકે સર
પેલા ભાઇ તો તેમને જયાં કંમપ્લેન લખાવી હતી તે રેલ્વે પોલીસ સ્ટેશન પહોંચી ગયા ને પોતાનું ચોરાયેલું વોલેટ પણ પોલીસ ઓફિસરના હાથે રિસિવ કરી લીધું
થોડીક રેલ્વે ફોર્માલીટી પ્રમાણે તેમને સો રુપીયા સ્ટેમ્પ પેપરનો ચાર્જ જરુર લાગ્યો પણ વોલેટમાં બીજા બચેલ આઠસો રુપીયા મળ્યાનો સંતોષ જરુર થયો આમ તેમના વોલેટમાં કુલ નવસો રુપીયા હતા..પણ એક વાતનું દુ:ખ પણ થયું કારણે તે નવસો રુપીયામાં એક નોટ જુના ચલણની હતી..જે હાલ ચાલતી નથી હવે બેન્ક જો તેને બદલી આપે તો ઠીક નહી તો તે પોણસોનો પણ તેને બીજો ફટકો.
પોલીસની એક પ્રામાણિકતાનું પ્રતિક.