સુરત શહેરના રાંદેર રોડ ઉપર એક ઉધના વિસ્તારના એક છોકરાએ "શિવ શક્તિ કિરાણા સ્ટોર" નામની દુકાન ખોલી હતી તેની સામે જ એક નવજીવન નામે કોલેજ પણ આવેલીછે છોકરાનું નામ પારસ જૈનછે તે 37 વર્ષની ઉંમરનો હતો પહેલા તેને એક ગુજરાતની એક છોકરી કિન્નરી સાથે લગ્ન કરેલા જે પાછળથી છૂટાછેડામાં પરિણ્યામા હતા સાથે તેમને એક બેબી પણ હતી ત્યારબાદ થોડા સમય પછી ફરી તેને એક મધ્યપ્રદેશની છોકરી સાથે લગ્ન કર્યા હતા તેનુ નામ સરિતાછે તે પણ છુટાછેડા વાળી જ હતી છતાંય પારસને તે સમયે એક જીવન સાથીની જરુર હતી આમ તો તે બંન્ને છુટાછેડાવાળા જ હતા તેથી તેમના લગ્નમાં કોઇ બીજુ વિઘ્ન આવ્યુ નહી શરુઆતના દિવસો જરાક સારા ચાલ્યા પણ પછી નવી આવેલ સરિતાએ પારસને ચિંતાઓ આપવા માંડી..મારે આ જોઇએ ને મારે તે જોઇએ!..મારા માટે તમે આમ કરો ને મારા માટે તેમ કરો
હવે નાના ધંધા ઉપર પારસની એટલી બધી કમાણી થતી ના હતી તેથી તે સરિતાથી જાત જાતની માગણીથી તે કંટાળી ગયો હતો
એક દિવસ તે બપોરે ઘરેથી જમીને પરત દુકાને આવ્યા પછી તેને પોતાની દુકાન ખોલી પણ ત્યારબાદ તરત દુકાનની અંદર આવ્યા પછી દુકાનનું શટર બંધ કરી દીધું ને પાસે પડેલા નાના ટેબલ ઉપર ચઢીને ગળે દોરી (દોરડું) વીંટાળીને આપઘાત કરી લીધો.
મોડા સુધી પારસ દુકાનની બહાર નહી નીકળતા આજુબાજુ દુકાનો વાળાઓએ દુકાનનુ શટલ ખખડાવ્યુ પણ અંદરથી કોઇ જવાબ નહી મળતા થાકીને તેમને તરત પોલીસને બોલાવી બંધ કરેલ શટર પોલીસે તોડીને જોયુ તો પારસ એક દોરી ઉપર લટકતો હતો બાજુમાં દુકાનના એક કાઉન્ટરમાં ચીઠ્ઠી પડી હતી તો પોલીસે તરત વાંચી તો તેમાં પારસે લખ્યુ હતું કે "મારા મરવા પાછળનો મુખ્ય આશય મારી ચિંતાઓ છે ને મને ચિંતાઓ આપનાર ખુદ મારી પત્ની સરિતા છે માટે તેની ધરપકડ કરીને કડકમાં કડક સજા કરશો તો જ મારા આત્મા ને શાંતિ મળશે"
(સાલું આ તો પહેલી વખત જાણ્યુ કે અમુકવાર પતિના મરણ પાછળ કયારેક પત્નિનો પણ મુખ્ય ભાગ હોયછે!)