સુરતની એક હોસ્પીટલમાં એક જ ઘરનો આ ડોક્ટરનો પરિવાર સાથે કામ કરી રહ્યો છે જેમાં ડોકટર પોતે તેમજ તેમની પત્નિ ને ડોક્ટરની બહેન જે કોવીડ 19 ના વોર્ડમાં સાથે કામ કરેછે જયારે તેમના બાળકોમાં એક નાની છોકરી ને એક નાનો છોકરો જે તેમના માતા પિતા સાથે મદ્રાસ મુકીને આવ્યા છે તેમના માતા પિતા એ ડોકટર ને એમ કહ્યુ કે બેટા તું તારા બાળકોની બિલકુલ ચિંતા કરીશ નહી તેઓ અમારી સાથે હળીમળી ગયાછે અમે તેમનો દરેક સમય સાચવી લઇએ છીએ સવારે નાસ્તો, બપોર જમવાનું સાજે દૂધ ને રાત્રે પણ તેમનું જમવાનું તેથી તુ અમારી કે તારા બાળકોની બિલકુલ વ્યાધિ કરીશ નહી પણ તુ તારી હોસ્પીટલમાં તારા દર્દીઓનું બરાબર ધ્યાન રાખજે મનથી સેવા કરજે માનવતા જેવો બીજો કોઇ ધર્મ નથી.