ઘરમાં બૈરાંની જીદ કયારેક એવી પણ હોયછે કે તેનો ધણી પણ સાંભળી ને અમુકવાર કંટાળી જાયછે જીદ પણ કેવી! જે કયારેય શકય ના હોય તેવી!
ફલાણી જગ્યાએ એક મધ્યમ પરિવાર રહેતો હતો પતિ પત્ની ને નાની બે બાળકી આમ આજના આવા કપરાં સમયમાં પણ તેઓ બંન્ને પોતાના ઘરનું ગાડું હોકતા હતા ના જાણે એક દિવસ પત્નીને ઓચિંતો એક વિચાર આવ્યો કે અત્યાર સુધી મારા ઘરમાં દરેક ચીજવસ્તુઓ મે વસાવી લીધી છે બસ એક જ વસ્તુની ખોટછે એરકંડીશન...!
આથી એક દિવસ પતિ જયારે ખુશમાં હતો ત્યારે તેની આ પત્નીએ એસી વસાવવાની વાત કરી આ સાંભળી ને પતિ કહેવા લાગ્યો કે જો ડીયર હમણાં ઘરમાં આપણી આવક વધુ નથી મારી નોકરી પણ આજકાલ સ્થીર નથી માટે તુ મને એસી લાવવાની વાત ફરી કયારેય ના કરતી બસ પત્નિને આ સાંભળી ને પતિ ઉપર ગુસ્સો આવી ગયો ને ગુસ્સો પણ તેનો કેવો હતો તેનો તમે અંદાજ પણ લગાવી નહી શકો, તરત તે પતિ આગળથી ઉભી થઈ ને રસોડામાંથી કોઇ લોખંડની ભારે ચીજ હાથમાં લાવીને બાજુના રુમમાં બે દિકરીઓ જે રમતી હતી તેમને માથામાં તે ભારે ચીજ વારાફરતી મારીને મોતના મુખમાં ધકેલી દીધી આ જોઇને તેનો પતિ પણ તેની ઉપર લાલચોળ થઈ ગયો તેને પણ ગુસસો આવ્યો તો તે પણ પત્નિના હાથમાં રહેલી પેલી લોખંડની ભારે ચીજથી તેની પત્નીના માથામાં મારીને તેને પણ રામશરણ કરી દીધી! બે મિનીટ પહેલા જે હસતો ખિલતો પરિવાર હતો તે આમ ચોથી મિનીટે વેરવિખેર થઈ ગયો..
ત્રણના મરણ ને એક જેલમાં
આથી આપણને આ કિસ્સાથી એક વાત જરુર શીખવા મળેછે કે કોઇ દિવસ આપણે ખોટી જીદ કયારેય ના કરવી.