ગઇ કાલે રાત્રે આઠ વાગ્યાની આસપાસ એર ઇન્ડિયાનું 737 બોઇંગ વિમાન દુબઇથી ભારત આવી રહ્યુ હતુ ત્યારે કેરાળા રાજયના કોઇ એક એરપોર્ટ ઉપર ઉતરવાની તૈયારીમાં હતું પણ વધુ વરસાદ હોવાને કારણે પાયલોટને રનવેની હદ દેખાઇ નહી ને ત્રીસ ફુટ રનવેની બહાર એક ખાડામાં ઉતરતા વિમાનના બે ટુકડા થઈ ગયા હતા આ પ્લેનમાં 2 પાયલોટ સાથે કુલ 191 મુસાફરો સવાર હતા જે કામકાજ માટે દુબઇ સ્થાઇ થયેલા હતા દુનિયામાં કોરોનાને લીધે તેમને સરકાર ભારત પરત લાવી રહી હતી તેમાંથી બે પાયલોટ સાથે પંદર મુસાફરોના મોત થયા છે જયારે ઘણાબધા મુસાફરો ઘાયલ પણ થયા છે.તેમને તાત્કાલીક હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે.