એક વૃધ્ધ નદી કિનારે બેઠા હતા, ત્યાંથી પસાર થતા એક વ્યક્તિ આવી ને પૂછે છે કે , " શું કરો છો?"
તે વૃધ્ધ કહે છે કે " બસ રાહ જોવ છું કે નદીનું બધું પાણી વહી જાય તો નદી પાર કરી લવ."
ત્યાં એ વ્યક્તિ કહે છે કે " કેવી વાત કરો છો, આ બધું પાણી વહી જાય એની રાહ માં તો તમે ક્યારેય નદી પાર નહીં કરી શકો."
વૃધ્ધ કહે છે કે " હું પણ તમને એ જ સમજાવવા માગું છું કે તમે લોકો જે હંમેશા કહો છો કે જિંદગી ની જવાબદારી ઓ પુરી થાય તો મોજ કરું, ક્યાંક ફરવા જાવ, બધાને મળું , સેવા પૂજા કરું ,દેવ દશૅને જાવ
એવી જ રીતે નદી નું પાણી ક્યારેય પુરું નહીં થાય આપણે જ નદી પાર કરવાનો રસ્તો બનાવવો પડે છે , એમજ
" જિંદગી પુરી થઈ જાય છે પણ જિંદગીના કામ ક્યારેય પુરાં નથી થતા."
આજને જીવી લો કાલની ક્યાં કોઈ ને ખબર છે.