નાગપાંચમ...
ભારતના એક રાજ્યમાં તે દિવસે નાગપાંચમ હતી માટે ગામના લોકોને ખુશીનો પાર ના હતો લોકો મંદિરમાં જઇને નાગની મુર્તિઓને ઘરેથી લાવેલ દૂધ ધરાવતા હતા તે સમયે તે મંદિરની પાછળ એક નાના દરમાં નાગ ને નાગણ રહેતા હતા નાગપાંચમ હોવા છતાં તેઓ આ દિવસે પોતાના દરમાંથી બહાર નીકળ્યા ના હતા ઠેઠ સાંજના સમયે નાગ પોતાના દરમાંથી બહાર નીકળ્યો પણ તે મંદિરના પાછલા ભાગમાં આમ તેમ ફરી રહ્યો હતો ફરતા ફરતાં અચાનક એક ખેડૂતના ખેતરમાં જઇ ચઢ્યો ત્યારે ત્યાં ખેતી કરતા એક ખેડૂતે તેને જોયો તો ગુસ્સો આવતા તરત તેને હાથમાં રહેલ કોઇ તિક્ષ્ણ હથીયારથી નાગના બે ટુકડા કરીને મારી નાખ્યો ત્યાર બાદ કાપેલા બે ટુકડા દુર જઇને ફેંકીને પાછો પોતાના ખેતરે આવી ગયો આ બાજુ તેની નાગણ તેનો નાગ દરમાં પાછો ના આવતા તે બહાર નીકળીને તપાસ કરવા લાગી નાગને શોધતી શોધતી પેલા ખેડૂતના ખેતરે જઇ પહોંચી ત્યારે તો તે સમયે ખેડૂત પોતાના ઘેર ચાલ્યો પણ ગયો હતો નાગણ ત્યાં જઇને સહેજ રોકાઇ પછી પોતાના નાકની સ્મેલથી ચારો તરફ હવા સૂંઘી જોઇ તો તેને એક બાજુથી કંઇક મરી ગયાની કોઇ ગંધ આવતી જણાઇ પછી તે નાગણ તે દિશામાં જઇને તપાસ કરી તો મરી ગયેલ બીજુ કોઇ જ નહી પણ પોતાનો નાગરાજ જ હતો!
આ જોઇને તે આખી રાત દુ:ખ સાથે પોતાના મરેલા નાગની બાજુમાં પડી રહી સવાર થતા જ તે પોતાના નાગનો બદલો લેવા નીકળી પડી પહેલો શિકાર પેલો ખેડૂત હતો તો તેને જ પગે તેના ઝેરી દાંત બેસાડ્યા આમ એક પછી એક ખેતરે આવતા ખેડૂતના આખા કુટુંબને વારા ફરતી ડંખ દેવા લાગી છતાંય તેનો ગુસ્સો શાન્ત ના પડયો આમને આમ લગભગ દરરોજ તે રસ્તે આવતા જતા ગામના પચ્ચીસ લોકોને તેને ઝેરી ડંખ માર્યા, કોઇ બચ્યા તો કોઇ મરી ગયા.
કહેવત છે ને કે જો તમે નાગ કે નાગણને મારી નાખશો તો બાકી બચેલ કોઇ બીજો જીવ તેનો બદલો લીધા વગર કોઇને છોડશે નહીં આમ એક દિવસ પોતાનો ગુસ્સો શાન્ત થતા તેમજ નાગણ પોતે જ નાગ વગર એકલી પડતા પોતાનો જીવ પોતાના જ દરમાં આપીને દુનીયામાંથી ચાલી ગઇ...
સાપ હોય કે સાપણ અથવા નાગ હોય કે નાગણ આ લોકો બદલો જરુર લેછે.
એ કોઇએ ભૂલવું ના જોઇએ