વાર્તા
એક ભાઈ નત નવીન ભાષા બોલી રોફ જમાવે અને ચેલેન્જ ફેકે હુ કયા રાજ્યનો છું અને મારી માતૃભાષા કંઈ છે ઓળખી બતાવો....
ધણા બધા લોકો આ પહેલી ના સુલજાવી સક્યા અને પેલા ભાઈ તો અભિમાન મા આવી ગયા, જાત જાતની ભાષાનો જાણકાર ધણી બધી ભાષા પર પ્રભુત્વ હવે કેવી રીતે સાબીત કરવુ કે એની માતૃભાષા કઈ ...
એક માણસને વીચાર આવ્યો અને યુક્તિ સુજી અને નક્કી કર્યુ આને સંકટ મા નખાય અને એવો ચકિત કરો કે તે ડર ગભરામણ મા સાચુ બોલી જશે..પણ કરવું શું?? એતો સાવધાન થઈ જાય...
ત્યારે એક યુક્તિ સુજી....
ભાઈ સુતા હતા ઘોર નીદરમાં...ત્યારે ગરમ પાણી લઈ ને ભાઈ ઉપર ફેક્યું ..અચાનક ગરમ પાણી પોતાના પર ફેલાયું પોતે દાજ્યા અને ઉધમાં થી જાગતા બોલ્યા..." ઓ માડી રે બળી ગયો" આમ ભાઈનો ભેદ ખુલી ગયો...
આમ કોઈ એવી વસ્તુ કે સમસ્યા નથી જેનો ભેદ ના ખુલે કે સમસ્યાનુ સમાધાન ન હોય..પણ ધીરજ અને અક્કલ હોશિયારી થી કામ લેવું પડે..
આભાર
#સંકટ