અમદાવાદમાં એક કિડની હોસ્પીટલ આવેલી છે તેમાં ઘણોજ સ્ટાફ કામ કરેછે જેમકે ડોક્ટર નર્સ તેમજ બીજો અન્ય સ્ટાફ
અહીયાં કિડનીના પણ પેસન્ટ આવેછે તેમજ કોરોના વાઇરસના પણ દરદીઓનો આવતા હોયછે કદાચ તે બે ભાગોમાં વહેંચાયેલી હોય! તો આ હોસ્પીટલમાં વધુ સ્ટાફ હોવાથી સ્ટાફને ઘણી દોડાદોડી બહાર કરવી પડતી હોયછે આજે કોઇપણ કર્મચારી પોતાનુ સાધન લઇને કયારેય દોડાદોડી નહી કરે ત્યારે આવા નાના નાના કામ માટે મોટા ફોર વ્હીલર પણ બહાર ના લઇ જવાય તમે પણ જાણો છો કે ફોર વ્હીલર ને ટુ વ્હીલર દેશમાં ઘણા જ વધી ગયાછે માટે આપણા દેશમાં સૈથી મોટો પ્રશ્ન હાલ પાર્કીંગનોછે આ બધી સમસ્યાઓને ધ્યાનમાં લેતાં અમદાવાદમાં ટુ વ્હીલરની ડિલર શીપ ધરાવતાં એક માલિકે આ કિડની હોસ્પીટલને ત્રણ ટુ વ્હીલર ગીફ્ટ કર્યા છે જેથી હોસ્પિટલના સ્ટાફને હોસ્પીટલના કામકાજ અર્થે બહાર આવવા જવા માટે કામ આવી શકે
ખરેખર તેમનો આ વિચાર એક નેક કહી શકાય, માટે તેમને એક શાબાશી આપણા તરફથી..🙏