લઘુકથા
HAPYY FRIENDSHIP DAY
"અરે વ્યોમેશ શુ કરો છો ? ક્યારના મોબાઈલમાં !;"
રસોડમાં કામ કરતા કરતા અનિતા એ તેના પતિ વ્યોમેશ ને પૂછ્યું.
વ્યોમેશે મોબાઈલમાં ટાઈપ કરતા કરતા જવાબ આપ્યો. " અરે કાઈ નહિ આજે ફ્રેન્ડશીપ ડે છે, તો બધાને મોબાઈલમાં 'હેપી ફ્રેન્ડશીપના' મેસેજ કરી દઉં ને!!"
ત્યાં દરવાજામાં પ્રવેશ કરતા બાળપણના મિત્ર કૌશલને જોઈને વ્યોમેશે તેની પત્નીને કહ્યું "ફટાફટ હું અંદર જાઉં છું, કૌશલ આવે તો કહી દે જે કે હું ઘરે નથી. એના પપ્પા બીમાર છે તો પૈસા માંગતો હતો અને મેં આજનો વાયદો આપ્યો હતો. તો તું સાચવી લે જે"
paresh