દિલ્હીની બે રુમની ઝુપડપટ્ટીમાં એક સત્તર વર્ષનો છોકરો, નામે પરમેશ્વર રહેતો હતો તેને એક મોટો ભાઇ પણ હતો જે એક સામાન્ય નોકરી કરતો હતો તેનો પગાર માત્ર ચાર હજાર હતો ઘરમાં તેની માતા એક પિતા ને તે બંન્ને ભાઇ સાથે કુલ ચાર જણનું કુટુંબ હતું માતા લોકોને ઘેર ઘરકામ કરતી હતી જયારે પિતા ર્હદયના મરીજ હતા તેથી તેમની દવાઓનો ખર્ચ પણ થતો હતો ભાઇની કમાણીથી ઘર ચાલતું હતું ને માતાની કમાણીથી તેના પિતાની દવાદારુનો ખર્ચ નીકળતો હતો આનાથી તેના ઘરમાં કોઇ બીજી આવક ના હતી ને તેને વધુ ભણવું હતું નવ ધોરણ પાસ કરીને તે દશમાં ધોરણમાં આવ્યો હતો હવે તો તેનો સ્કુલ ખર્ચ પણ વધવા લાગ્યો તો એક દિવસ તેના ભાઇએ તેને કહ્યુ કે ભાઇ બસ હવે તું ભણવાનું બંધ કર ને મારી જેમ કોઇ નોકરી શોધી લે તો તેને ના પાડી કે ભાઇ હજી મારે ભણવું છે તો ભાઇએ કહ્યુ કે તુ પછી તારો ભણવાનો ખર્ચો કેમનો કાઢીશ! ઘરમાં મારો કોઇ પૈસો બચતો નથી તો તેને જવાબ આપ્યો કે ભાઇ હું નોકરી પણ કરીશ ને સાથે ભણીશ પણ ખરો એક દિવસ તે ઘેરથી બહાર નોકરી શોધવા નીકળી પડયો તો એક ફોર વ્હીલરના વર્ક શોપમાં ગાડીઓ ધોવાનું કામ મળ્યુ પગાર રુપીયા ત્રણ હજાર નકકી થયો પણ તેની એક શરત હતી કે તે રોજ સવારે પાંચથી સાત વાગ્યા સુધી જ કામ કરશે તો શેઠે હા પાડી કહયુ કે મને કંઇ વાંધો નથી બસ તારીખ વાર નક્કી થયા મુજબ તેને નોકરી ચાલુ કરી દીધી
સવારે ચાર વાગે ઉઠીને તે નોકરીએ ચાલતો પગપાળા જતો હતો આટલી સવારે તેને જવા માટે કોઇ લીફ્ટ મળે નહી ફોર વ્હીલર ગેરેજ પણ તેના ઘેરથી બે કિલોમીટર દુર હતું માટે તે અડધો કલાક ઘરેથી વહેલો નીકળતો હતો ત્યા જઇને તે રોજની દશ થી બાર ગાડી વોશ કરતો હતો એટલે કે તેને આ કામ કરવાના રોજના સો રુપીયા રોકડા મળતા હતા ને ઘેર લાવીને તેના ગલ્લામાં મુકતો હતો આમ તે ભણતો ને સાથે પોતાની સ્કુલનો ખર્ચ કાઢવા નોકરી પણ કરતો હતો ધોરણ બારની પરીક્ષામાં તેને નોકરી સાથે સાથે પોતાની વાંચવાની સખત મહેનતથી તે 91:7 ટકાએ પાસ થઇ ગયો ઘરમાં ખુશીનો માહોલ બની ગયો તેને વધુ ભણીને ડોક્ટર બનવાની ઇચ્છાછે જેથી તે લોકોની ઓછા ખર્ચે સેવા કરી શકે...વાહ નાની ઉંમર મોટી ઇચ્છા!
આ છોકરો ખરેખર અભિનંદનને પાત્ર છે, ભગવાન તેની ઇચ્છા પુર્ણ કરે 🙏