શિક્ષક એ આજના નવજુવાનો માટે દેશનો એક ઘડવૈયો કહેવાય કારણકે એક શિક્ષક જ નવયુવાનોને સારી જીદગીના પાઠ ભણાવી શકેછે એક સારો દોરીસંચાર પણ કરેછે પણ જયારે એજ શિક્ષક પોતાના ક્લાસના એક બાર વર્ષના સ્ટુડન્ટ સાથે કુદરતી વિરુધ્ધ વર્તન કરેછે તો તે શિક્ષક કેવો કહી શકાય! ભારતના કોઇ એક રાજ્યમાં આ બનેલો એક બનાવછે
વાત જાણે એક છે કે કોઇ એક શાળાના શિક્ષકે પોતાના જ ક્લાસના એક બાર વર્ષના છોકરા સાથે એવું કામ કર્યુ કે તેને એક બિમારી ઉભી થઈ ગઇ કે તે સતત ટોયલેટમાં જવા લાગ્યો આ જોઇને માતાએ પુછ્યુ કે બેટા તું કેમ ટોયલેટમાં આમ વધારે જાયછે! કંઇ તકલીફ છે તારા પેટમાં! છોકરાએ તેની સાથે બનેલી બધી જ ઘટના તેની માતાને કહી સંભળાવી એટલે તેના માબાપ તેને હોસ્પિટલમાં લઇ ગયા ને તપાસ કરી તો જાણવા મળ્યું કે તેની સાથે આ રીતે કોઇ શિક્ષકે કામ કર્યુ છે પછી શાળામાં વાલીઓએ હોહાપો કર્યો ને તપાસ કરી કે કયા શિક્ષકે આમ કર્યુ છે તો છોકરા તરત તે શિક્ષકનું નામ આપી દીધું ને પોલીસ બોલાવીને તેની હાલ ધરપકડ કરવામાં આવી છે
આ સમાચાર સતત બે દિવસથી મિડીયામાં આવેછે એટલે મને તમને જણાવવાનું ઉચીત લાગ્યુ.
જુઓ આજના શિક્ષકો..શું વિસ્વાસ રાખીશું!