નીચે આપેલ ફોટાવાળા ભાઇનું નામછે વસંતભાઇ, ઉંમર 61 વર્ષ, ધંધો ખેતી, ફેમીલી હા છે.
આ ભાઇને એક દિવસ કોરોના વાયરસ થઇ ગયો આ જાણીને ઘરના બધા ચિંચિત થઇ ગયા કે હવે એના પપ્પા નહી બચે કારણકે તેમનો ડર એ હતો કે તેના પપ્પા બે બિમારીનો સામને કરી રહ્યા છે એક તો બ્લડપ્રેશર ને બીજી ડાયાબીટીસ, આજના માણસની આ સૈથી મોટી બિમારીઓ..
માટે ઘરના લોકો જાણતા હતા કે કોરોના મોટી ઉંમરની વ્યકતિઓને થાય છે ને એ પણ જાણતા હતા કે જે વયકતિના શરીરમાં એકથી વધુ બિમારીઓ હોય તેઓ કોરોના થયા પછી તેમની બચવાની આશા ઓછી હોયછે.
પછી આ વસંતભાઇ કોરોનાના ને લીધે એક હોસ્પિટલમાં દાખલ થયા ને તેઓ ટ્રીટમેન્ટ માટે સતત પાંચ દિવસ સુધી રહ્યા હવે આમાં વસંતભાઇનું નસીબ સારુ સમજો કે ઉપરવાળીની કોઇ સારી મહેરબાની! સતત પાંચ દિવસની સારવાર પછી છઠ્ઠા દિવસે વસંતભાઇ કોરોનાને માત આપીને હસતા ચહેરે સાજા સમા પોતાને ઘરે પાછા ફર્યા ઘરવાળાઓ પાછા ફરેલા વસંતભાઇને ઘરના દરવાજે ઉભા ઉભા જોઇને આનંદનો પાર ના રહ્યો જો લાલા તારા પપ્પા આવ્યા ને મારા ધણી! (મનમાં)
કહેવાનો મતલબ એ છે કે આવી ઉંમર લાયક માણસ ને વધુમાં તેમને બબ્બે મોટી બિમારીઓ હતી તો પણ કોરોના તેમના શરીરમાં કોઇ જ જગ્યા બનાવી ના શક્યો! જો આપણુ શરીર મજબુત હોય તો કોરોના જેવા વાયરસની શી મજાલ કે આપણા શરીરમાં કોઇ ઉથલપાથલ કરી દે! બસ કોરોના હારી ને શરીરની બહાર નીકળી ગયો..