પ્રેમીઓને ખબર છે પ્રેમમાં તડપવાનું છે,
પ્રેમમાં પડીને અંતે તો વિખરવાનુ છે.
કોઈ પૂછશે જુદાઈનું કારણ તો ધરવાનુ છે,
ગુમાવ્યા જેમને એનાથી જ ડરવાનું છે.
પ્રેમનુ વહેણ આમ તો બહુ ઊંડું છે,
તેમ છતા મારે એમાં તરવાનુ છે.
મળશે વિરહની વસમી ઘડી સદંતર ,
તોયે એની યાદમાં જ જીવવાનુ છે.
બની ગયો છે તુ કોઈ બીજાનો,
તેમ છતા મારે તારા બની મરવાનુ છે.
ઝંખના....