છે ઘણાય પ્રેમીઓ દુનિયામાં,
હું તો અમસ્તી પ્રેમી બની બેઠી.
તમે મારી કદર કરી બેઠા તો
બે શબ્દો વધારે લખી બેઠી.
ભૂલ થઈ હશે મારી સમજવામાં
હું તને મારો પોતાનો માની બેઠી.
મારા સ્નેહ તણા સમર્પણમાં
હું ખુદને જ દોષી માની બેઠી.
તારી ક્યાં હા હતી એકને જ અપનાવવામાં,
છતાંય હા કહેવડાવવા બહુ મથી બેઠી.
તું છોડીને ગયેલો છેલ્લી મુલાકાતમાં,
ત્યારે જ હું છેલ્લો શ્વાસ છોડી બેઠી.
નહીં મળે તું મુજને મારો બની ફરી જીવનમાં,
મનમાં એવી પાક્કી હાર માની બેઠી.
તુજમાં મળશે મુજને શ્યામ સરીખો પ્રેમ,
જે નથી મળવાના કદી એને પ્રેમ કરી બેઠી.
ઝંખના