આતમની જ્યોત સદાય જલતી,
મનરૂપી વાટમાં હૃદયમાંથી તેલ પૂરતી,
દેદીપ્યમાન થઈને વિશ્વને ઉજાગર કરતી,
તમશ ને દૂર કરી પ્રકાશના કિરણો પાથરતી,
ગમે તે સ્થાને ગમે તે સ્વરૂપે,પ્રકાશતી,
જગતમાં જ્યોત સદાય જલતી,
દેવાલયોમાં દીવો બની પ્રગટતી,
નદીઓના પ્રવાહ માં વાટ દ્વારા વહેતી,
ફાનસ બની ઝૂંપડાઓ ની શાન બનતી,
તાત નું દિલ બની દીવા માં રહેતી,
અંધકારમાં રહી પોતીકા ને પ્રકાશિત કરતી,
માતા ની લાગણી બની મીણબત્તી માં રહેતી,
ઓગળતી રહેતી અને ઉજાસ પાથરતી રહેતી,
જ્યોતથી જ્યોત પ્રગટાવી રહેતી,
પ્રેમ ના કિરણો ફેલાવતી રહેતી.
#જ્યોત