ચહેરો પોતાનો અરીસામાં જોઈને,
મનુષ્ય મનોમન મલકાઈ રહ્યો,
નરી આંખે ન જોઈ શકાતા ચહેરાના,
પ્રતિબિંબને જોઈ મનોમન હરખાય રહ્યો,
મનુષ્ય નો હરખ જોઈ અરીસો પણ હરખાઈ ગયો,
એલાન કર્યું અરીસામાં મનુષ્યના ચહેરા સાથે,
મનુષ્યના હૃદયના ભાવ પણ સાથે દેખાશે,
મનુષ્ય મુંજાઈ ગયો અરીસાથી ડરવા લાગ્યો,
અરીસો વિમાસણમાં પડ્યો એલાન પાછું ખેંચ્યું,
શા માટે મનુષ્ય પોતાના જ પ્રતિબિંબ થી ગભરાઈ રહ્યો,
હૃદયના ભાવ મનમાં જ સંઘરીને મનુષ્ય પાછો,
પોતાના જ પ્રતિબિંબ પર હરખાઈ રહ્યો.
#પ્રતિબિંબ