હે મારા વ્હાલા પંખી,
કદાચ હું પણ તારી જેમ,
આ ખુલ્લા ગગનમાં વિહરી,
શક્તી હોત......
હે મારા વ્હાલા પંખી,
કદાચ હું પણ તારી જેમ,
બધુ ભુલાવી મુકત મને ઊડી,
શક્તી હોત.....
હે મારા વ્હાલા પંખી,
કદાચ હું પણ તારી જેમ,
બધા દર્દ ભૂલી બધાને માફ કરી,
શક્તી હોત...
હે મારા વ્હાલા પંખી,
પણ શુ કરુ હું તારી જેમ,
નિખાલસ નથી બની શક્તી,
કેમ કે હું મનુષ્ય છું અને તું
પંખી છે....
રાજેશ્વરી