Gujarati Quote in Poem by Akshay Dhamecha

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જો હશે કોઈ નશો આંખો મહીં ચડશે પ્રિયે,
તો એ બસ તારો નશો આંખો મહીં જડશે પ્રિયે.

કે વચન આપી પછી એ રાહથી વળશે પ્રિયે,
ના ખબર અમને હતી કે પ્રેમથી છળશે પ્રિયે!

જો હશે આવેલ ત્યાંથી ઘાવ પરવડશે પ્રિયે,
સર્વસ્વ તો મારું તુજમાં જ ઓગળશે પ્રિયે.

કે તડપશે લાગણી ને પ્રેમ પણ તો ચાહશે,
યાદ કરશે આંખ ભરશે ને ઘણી રડશે પ્રિયે.

અક્ષ તારી કામના તો સામટી ફળશે કદી,
મોક્ષ જો હો સાધના તો આખરે મળશે પ્રિયે.

Gujarati Poem by Akshay Dhamecha : 111512503
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now