ભારતના મહારાષ્ટ્ર રાજયના એક યુવાનને એક પાકિસ્તાનની યુવતી સાથે ફેસબુક ઉપર પ્રેમ થયો હતો
ઓનલાઈન મેસેન્જર ઉપર તેઓ ઘણા સમયથી મેસેજોની આપલે કરતા હતા
તેઓનો પ્રેમ એટલો બધો ગાઢ હતો કે એક દિવસ આ ભારતીય યુવાનને તેની પ્રેમીકાને મળવાનું મન થયું,
પણ પાકિસ્તાન જવુ કેવી રીતે...!
આ થોડુ અમદાવાદથી બરોડા જવા જેવું છે! અહિં બંન્ને દેશની સરહદી બોર્ડરો આવતી હોયછે ને બોર્ડરો ઉપર બંન્ને દેશના સરહદી સૈનિકો પહેરા ભરતા હોયછે તેથી એકબીજા દેશમાં કોઇપણ લીગલી કાગળો ( પાસપોર્ટ) સિવાય જવુ એટલે એક મોટો ગુનો બને છે.
બંન્ને બોર્ડરના જવાનો ભરી બંદુક સાથે સામસામી ઉભેલા હોયછે
આ બોર્ડર ઓળગવા માટે ખાલી પક્ષીઓ સિવાય કોઇની પણ ચાલ ચાલે નહી. હવે આ યુવાનને પાકિસ્તાન જવુ હતું માટે તેના મગજમાં એક વિચાર આવ્યો કે પગપાળા જવુ તેના કરતાં બાઇક લઇને જવુ તો જલદી પહોંચી જવું આમ મનમાં નકકી કરીને તે એક દિવસ પોતાનું બાઇક લઇને ને ભારતથી પાકિસ્તાન જવા કચ્છના રણ પ્રદેશના રસ્તે નીકળી પડ્યો..ચલ મેરી બાઇક ઢુક ઢુક ઢુક....
બાઇક જરા થોડાક કિલોમીટર ચાલી હશે ત્યા જ બાઇકે તેને દગો દીધો એટલે કે બંધ થઈ ગઇ! હવે તમે જ વિચારો કે કચ્છના રણમાં બાઇક ચાલતી હશે! પણ તેને તો તેની પાકિસ્તાનની પ્રેમીકા મળવું હતું, હર હાલતમાં..બસ પછી તો તેને તેની બગડેલ બાઇક રસ્તામાં જ રેઢી મુકીને પગથી ચાલવા માંળ્યું...પણ ત્યા જ સરહદની આસપાસ પહેરો ભરતા એક BSF જવાનની નજર આ છોકરા ઉપર પડી તેને તો તરત તેની ધરપકડ કરી દીધી પકડીને સરહદની ચેકપોસ્ટ ઉપર લઇ આવ્યો, પુછપરછ થઈ પછી મહારાષ્ટ્ર પોલીસને આ બાબતની જાણ કરવામાં આવી ત્યારબાદ તુરંત તેને મહારાષ્ટ્ર પોલીસને સોંપી દીધો
આગળની કાર્યવાહી હવે મહારાષ્ટ્ર પોલીસ કરશે.
કેવો છે આ પરદેશી પ્રેમ કહેવાય!
ઉંઘમાં ઉઠીને ભારતના દરેક ખુણે જવાય, પણ મનમાં આવેલ ખોખલા વિચારોથી ભારતથી બીજા દેશમાં જવા જરુરી વિસા કાગળો સિવાય નો જવાય...આવા પ્રેમીકા ઘેલા યુવાનોને કોણ સમજાવશે!!!
એકવાર ભારત પાકિસ્તાનની વાઘા - અટારી બોર્ડરનો વિડીયો કયાંક જુઓ તો ખબર પડશે કે ભારત અને પાકિસ્તાનની બોર્ડર કેટલી સ્ટરીક છે!
STOP....No entry
🇮🇳➡️....x....x....⬅️🇩🇿