આ બધું હવે ક્યાં સહેલું છે?
તને મળવું અને તારી આંખોમાં ખોવાઈ જવું.
તારા ખોળામાં માથું રાખીને સૂઈ જવું.
તને જોઇને ગમે તેવો ગુસ્સો પણ ભૂલી જવું.
સાંજના સમયે તારા હાથમાં હાથ ને દુનિયા ભૂલી જવું.
તું વાતો કર્યે જાય અને મારું સાંભળતું જવું.
ક્યાં સહેલું છે હવે
તારો દીદાર, તારા આંસુ લૂછવા,તારી સ્માઈલ માણવી,
તારી વાતો સાંભળીને તને જાણવી.
ક્યાં સહેલું છે હેં "રાવલ"#સહેલું
લિ.ભાવેશ એસ રાવલ