આંખના પલકારે માઈલો અંતર કપાય,
માનવીય જીવન સહેલું કે અઘરું થયું ?
આધુનિકરણ થી માનવ થયો વિવશ,
મોબઈલમાં આખું જીવન ખર્ચાય.
ભાઈ ભાઈ લડતા ખંડિત પરિવાર થાય,
કોમી એખલાસની દીવાલોમાં તિરાડો પડાય.
આંખના પલકારે શહેરો અગનમાં ખપાય,
માનવીય જીવન સહેલું કે અઘરું થયું ?
પૂર્વે વાત્સલ્યથી શિશુને ઉછેરતા હવે,
નવજાત શિશુને ગોડિયાઘરે મુકાય.
અવનવા રોગથી જીવન ત્રસ્ત થયું,
માનવીય જીવન સહેલું કે અઘરું થયું ?
#સહેલું